Sadvichar Seva Sadan

Seva Sadan - By Sadvichar Parivar

કોરોનાના કપરાના કાળમાં લોકો જ્યારે આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણને આરોગ્ય સેવાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે.
સદ્‌વિચાર પરિવાર છેલ્લા સાતેક વર્ષથી વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ આપી રહી છે.

  1. સિનીયર સિટીઝન હૅલ્થકેર સેન્ટર, દાતા : કુસુમબહેન હરેશચંદ્ર પારેખ
  2. તબીબી માર્ગદર્શન કેન્દ્ર, દાતા : ડૉ. નીતિન સુમંત શાહ
  3. દિશા ફાઉન્ડેશન ડેન્ટલ ક્લનીક, દાતા : સૌરિનભાઈ દિનેશભાઈ શાહ
  4. શ્રી ચીનુભાઈ આર. શાહ પેથોલોજી લૅબોરેટરી, દાતા : રમણલાલ કાળીદાસ ચેરીટેબલ ટ્ર્‌સ્ટ
  5. આંજનેય વિઝન સેન્ટર, દાતા : આંજનેય ચેરિટેબલ ટ્ર્‌સ્ટ
  6. રિસેપ્શન સેન્ટર, દાતા : સ્વ. હેમેન્દ્રભાઈ ઠક્કર (હસ્તે-સુધાબહેન હેમેન્દ્રભાઈ ઠક્કર
  7. સુવર્ણાબહેન ઈશ્વરલાલ મોદી ફિઝીયોથેરાપી સેન્ટર, દાતા : સોનલબહેન એચ. મોદી.

આ તમામ આરોગ્ય સેવાઓનું સંકુલ ડૉ. નીતિન સુમંત શાહના માતબર દાન સાથે જોડાયલું છે.
આ તમામ પ્રવૃત્તિઓ નવા કેન્દ્રમાં સંબંધિત દાતાઓના નામ સાથે ચાલુ રાખવાની છે.
આ ઉપરાંત વડીલ માવજત કેન્દ્ર, ડૅ-કેર સેન્ટર સહિત વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટેના મકાનના નિર્માણમાં અનેક યુવાન સેવાભાવી વ્યક્તિઓ જોડાયેલા છે.

સદ્‌વિચાર પરિવારના વિશાળ દાતા વર્ગમાંથી પણ પ્રોત્સાહન મળી રહ્યું છે અને દાનનો પ્રવાહ વહી રહ્યો છે.
અંદાજે રૂા.૧૨ કરોડના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે સદ્‌વિચાર પરિવાર તમામ આજીવન સભ્યો, દાતાઓ અને શુભેચ્છકોને હૃદયપૂર્વક વિનંતી કરે છે કે
આપ શક્ય તેટલો આર્થિક સહયોગ આપીને અથવા એકત્ર કરવામાં મદદ કરીને આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે સાકાર થાય તે માટે સહયોગ આપી આભારી કરશો.