આ તમામ આરોગ્ય સેવાઓનું સંકુલ ડૉ. નીતિન સુમંત શાહના માતબર દાન સાથે જોડાયલું છે.
આ તમામ પ્રવૃત્તિઓ નવા કેન્દ્રમાં સંબંધિત દાતાઓના નામ સાથે ચાલુ રાખવાની છે.
આ ઉપરાંત વડીલ માવજત કેન્દ્ર, ડૅ-કેર સેન્ટર સહિત વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટેના મકાનના નિર્માણમાં અનેક યુવાન સેવાભાવી વ્યક્તિઓ જોડાયેલા છે.